પ્રવેશ ઉત્સવ + અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025
અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો અહેવાલ by સ્ટાફ મિત્રો સાબલી રા. ✅પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ ✅મુખ્ય અતિથિનું ઉદ્બોધન અને શાળા પ્રગતિની ચર્ચા ✅પર્યાવરણ સંરક્ષણ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન ✅પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો અહેવાલ અને ફોટો image સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની સાબલી (રા )પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ શ્રી જિલ્લા જેલ અધિક્ષક ચાવડા સાહેબ ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ગામના આગેવાનો, એસએમસી સભ્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, ત્યારબાદ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત અને એન્કરીગ શ્રી ભરતભાઈ ધર્માભાઈ દેસાઈ ( શિક્ષક શ્રી સાબલી રામાયણ )એ કર્યું હતું.મુખ્ય અતિથિ શ્રી જેલ અધિક્ષક ચાવડા સાહેબે એ પોતાના વક્તવ્યમાં પ્લાસ્ટિક પ્રદૂષણના પડકારો અને તેના પર્યાવરણ તથા જીવ...