Posts

26 જાન્યુઆરી 2026 અને વાલી સંમેલન

Image
 26 જાન્યુઆરી ભારત દેશ માટે ગૌરવ અને ગર્વનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો. ગણતંત્ર દિવસ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ દેશપ્રેમ, એકતા, સમાનતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રેરણાદાયક દિવસ છે. ➡️ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી 2026 ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સર્વપ્રથમ 22. 1.2026 ના દિવસે smc ( શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક ) બોલાવવામાં આવેલ. એરંડા મુજબની વાતચીત કરી ૨૬મી જાન્યુઆરી 2026 ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાંઆવશે. એવું ઠરાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી એજેન્ડા  ધ્વજવંદન માટે દીકરી પસંદગી  ધ્વજ વંદન માટે દીકરી પસંદગી બાબત: ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન જેવી ગૌરવપૂર્ણ વિધિ માટે લાયક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીની પસંદગી કરવા શાળાએ શૈક્ષણિક ગુણોત્તી અને સર્વાંગી પ્રગતિને ધ્યાને લઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તે માટે ગામમાં નીચે મુજબ વિદ્યાર્થીનીઓની માર્કશીટ મંગાવવામાં આવી અને ગુણ, શિસ્ત, હાજરી તેમજ પ્રવૃત્તિઓમાં ભાગીદારીના આધાર પર યોગ્ય દીકરીની પસંદગી કરવામાં આવી. નવ...

સેનિટરી પેડ વિતરણ – કન્યા જાગૃતિ કાર્યક્રમ

Image
 સેનિટરી પેડ વિતરણ – કન્યા જાગૃતિ કાર્યક્રમ - સરકારી પત્ર અનુસાર  સરકાર ની નવીન બાબત ના પત્ર અંતગત સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ અને dpeo પત્ર અન્વયે કરેલ તમામ બાબત અહીંયા સમાવિષ્ટ છે.. જિલ્લા નો પત્ર  શાળા નામ:સાબલી રામાયણ જૂથ પ્રા શાળા  તારીખ: 22.12.2025 સ્થળ: સાબલી રામાયણ જૂથ પ્રા સ્કૂલ કાર્યક્રમનો હેતુ શાળાની કિશોરી વિદ્યાર્થિનીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી, સ્વસ્થ આદતો વિકસાવવી તથા સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન/પ્રાર્થનાથી કરવામાં આવી. શિક્ષક શ્રી ફરજાનાબેન /વહીદાબેન એ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ, સમયસર બદલવાની જરૂરિયાત, અને નિકાલની પદ્ધતિ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. માર્ગદર્શન અને ચર્ચા ✅માસિક ધર્મ સંબંધિત ભ્રાંતિઓ દૂર કરવામાં આવી. ✅સ્વચ્છતા ન રાખવાથી થતી આરોગ્ય સમસ્યાઓ અંગે સમજ આપવામાં આવી. ✅પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સેનિટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું. સેનિટરી પેડ વિતરણ  કાર્યક્રમના અંતે તમામ કિશોરી વિદ્યાર્થિની...

બેગલેસ ડે અહેવાલ :આનંદદાયી શનિવાર

Image
 આજરોજ તારીખ 27.12.2025 ને શનિવારના રોજ બેગલેસ ડે અંતર્ગત સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા માં મહત્વની પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવેલ હતું. ધોરણ 1 થી 5🔛  બાલવાટિકા થી ધોરણ પાંચ માં ચિત્ર રંગપૂરણી અને વિવિધ ચિત્ર ની નાના બાળકો ને સમજ આપવાનું આયોજન હતું. બાલવાટિકા થી ધોરણ 5 (પાંચ) ના શિક્ષક મિત્રોએ ખુબ સુંદર આયોજન કર્યું હતું. બાળક પાસે વિવિધ ચિત્રો દોરવ્યા હતા અને તેની સમજ પણ આપવામાં આવી હતી.  વિવિધ ચિત્રો  ધોરણ 6 થી 8   ધોરણ છ થી આઠ નું બાળકોએ વિવિધ રમતો રમી હતી. રમતો રમવાથી બાળકોને ખૂબ જ આનંદ આવ્યો હતો. કેટલીક રમતો સ્પર્ધાત્મક હતી તો કેટલીક રમતો વ્યાયામ ને લગતી હતી.  ધોરણ છ થી આઠ ના બાળકોએ રમેલ રમતો ના ફોટો વિડીયો નીચે મુકેલ છે. 👍વિડીયો 🔛  તારીખ 27. 12.2025 ની શનિવારના રોજ બેકલેસ ડે અંતર્ગત બાળક કોઈ મજાની અને આનંદદાયી પ્રવૃત્તિઓ શિક્ષકના સાથ સહકાર થી કરેલ અને શનિવાર ને આનંદદાયી બનાવેલ  ➡️ અહેવાલ 

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કરેલ પ્રવૃત્તિઓનું અહેવાલ : SABLI RAMAYAN PRATHMIK SCHOOL

Image
  સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કરેલ પ્રવૃત્તિઓનું અહેવાલ   શ્રી સાબલી રામાયણ  જૂથ પ્રાથમિક શાળામાં તારીખ 16. 9.2025 થી 30. 9.2025 દરમિયાન સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું  ➡ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવેલ છે.  ➖ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન બાળકોને સ્વચ્છતા ની શપથ લેવડાવવામાં આવી હતી.  ✅ સ્વચ્છતા શપથ નીચે મુજબ છે. બાળકોને સ્વચ્છતા ની શપથ લેવડાવતા સાબલી રામાયણ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ફરજાનાબેન અને સ્ટાફ મિત્રો સ્વચ્છતા શપથ PDF, સ્વચ્છતા પખવાડા 2025 મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન 👉સ્વચ્છતા અને આરોગ્ય માટે આપનો દૈનિક પ્રોત્સાહન — પોતે, પરિવાર અને સમાજ માટે હું સંકલ્પ લેવું/લેતી છું કે હું મારા જીવનમાં અને આસપાસ સ્વચ્છતા જાળવણી માટે નિરંતર પ્રયત્ન કરીશ. ✔મહાત્મા ગાંધી જેવું આપનાર દેશ માટે જીવવાનો શપથ લઈને, હું સંકલ્પ કરું છું કે મારી પાસે તેમજ મારા પરિવારની આસપાસ સ્વચ્છતા જાળવવી અને ગંદકી નહીં કરવા. 💥હું દરેક વરસ ૧૦૦ કલાક જેટલું અથવા દર અઠવાડિયે ૨ કલાક સ્વચ્છતા માટે માહિતી અને કામગીરીમાં રોકાશે તેવી રી...

સી.આર.સી (C. R. C. SABALI RAMAYAN ) ગણિત -વિજ્ઞાન પ્રદર્શન 2025

Image
  સી.આર.સી  (C. R. C. SABALI RAMAYAN ) ગણિત -વિજ્ઞાન પ્રદર્શન 2025 સી.આર.સી સાબલી (રામાયણ  ) ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન  તારીખ 18.9.2025 ની ગુરૂવારના રોજ  વીર શહીદ  પી.જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળામાં યોજાયું. "બાળ વૈજ્ઞાનિકોના સર્જનાત્મક વિચારો આવતી કાલના ભારતને ઉજ્જ્વળ દિશા આપશે – આ શ્રદ્ધા સાથે અભિનંદન." ➡ ઈડર તાલુકાની  ચિત્રોડા સી.આર.સી  કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન પણ  આ સાથે હતું.   ગણિત વિજ્ઞાન સી.આર.સી કક્ષાના પ્રદર્શન 2025 નું તમામ આયોજન  સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.   એક ક્લિક કરી અમારા ઉત્સાહ ને વધારશો  GCERT Mathematics Science Environment Exhibition 2014 to 2024 – રાજ્યકક્ષાની કૃતિ પ્રદર્શન પુસ્તિકા PDF Download @  📖 શિક્ષક દિવસ અહેવાલ  read more  .➡ આ 2025 નું ગણિત વિજ્ઞાનનું પ્રદર્શનમાં  મોટા કોટડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ અને મોટા કોટડા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફગણે આ પ્રદર્શનની સફળ બનાવવા માટે મહેનત કરી હતી. આવો જોઈએ ચિત...