સેનિટરી પેડ વિતરણ – કન્યા જાગૃતિ કાર્યક્રમ

 સેનિટરી પેડ વિતરણ – કન્યા જાગૃતિ કાર્યક્રમ - સરકારી પત્ર અનુસાર 

સરકાર ની નવીન બાબત ના પત્ર અંતગત સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ અને dpeo પત્ર અન્વયે કરેલ તમામ બાબત અહીંયા સમાવિષ્ટ છે..

જિલ્લા નો પત્ર 



શાળા નામ:સાબલી રામાયણ જૂથ પ્રા શાળા 

તારીખ: 22.12.2025

સ્થળ: સાબલી રામાયણ જૂથ પ્રા સ્કૂલ


કાર્યક્રમનો હેતુ

શાળાની કિશોરી વિદ્યાર્થિનીઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી, સ્વસ્થ આદતો વિકસાવવી તથા સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો મુખ્ય હેતુ હતો.

કાર્યક્રમનું આયોજન

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન/પ્રાર્થનાથી કરવામાં આવી. શિક્ષક શ્રી ફરજાનાબેન /વહીદાબેન એ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, સેનિટરી પેડનો યોગ્ય ઉપયોગ, સમયસર બદલવાની જરૂરિયાત, અને નિકાલની પદ્ધતિ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું.

માર્ગદર્શન અને ચર્ચા

✅માસિક ધર્મ સંબંધિત ભ્રાંતિઓ દૂર કરવામાં આવી.

✅સ્વચ્છતા ન રાખવાથી થતી આરોગ્ય સમસ્યાઓ અંગે સમજ આપવામાં આવી.

✅પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સેનિટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું.

સેનિટરી પેડ વિતરણ 

કાર્યક્રમના અંતે તમામ કિશોરી વિદ્યાર્થિનીઓને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નોત્તરી સત્રમાં પોતાના પ્રશ્નો પૂછ્યા.

🗣️સરકાર ની યોજના મુજબ સપ્ટેમ્બર 25 થી માર્ચ 26 સુધી 7 માસ સુધી શાળા ની કન્યાઓ ને સેનેટરી પેડ વિતરણ કરવા

આ અંતર્ગત રજીસ્ટર માસ વાઈઝ નિભાવેલ છે.

ફોટો ગેલેરી



 

Comments

Popular posts from this blog

ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા

Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા

સાબલી રા પ્રાથમિક શાળા: બાળમેળાનો અહેવાલ 9 jully 2025