Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા

 Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા 


Twinning Twinning program 2025 

તારીખ 11 ઓગસ્ટની સોમવારના રોજ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા  નો Twinnig કાર્યક્રમ  વીર શહીદ પી જેભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા સાથે હતો.

Twinning Twinning program શા માટે ?

 ✔શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી.

 ✔જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ.

 ✔વિદ્યાર્થીઓને પીઅર-ટુ-પીઅર અને જૂથ અધ્યયન સાથે શીખવાની કામગીરીમાં સક્ષમ બનાવવા.

 ✔બંને ભાગ લેતી શાળાઓને એકબીજાથી શ્રેષ્ઠ પ્રયાસો અપનાવવા સક્ષમ કરવા.

 ✔સ્વયં અને અન્યની શક્તિ અને મુશ્કેલીઓ જાણવી અને સંયુક્ત રીતે શીખવું.

 ✔સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટે શિક્ષણ મંડળને તકો પ્રદાન કરાવવી.

“ટ્વીનીંગ ઓફ સ્કૂલ” 'શાળાઓ વચ્ચેની ભાગીદારી' છે, જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે. જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયામાં અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણીમાં વધારો થાય છે.

Twinning Twinning program એ શાળાઓમાં  પ્રવાસનું પણ મહત્વ દર્શાવે છે. બીજી શાળામાં મુલાકાત અર્થે જવું એ પણ એક પ્રવાસ, મુલાકાત જેવું હોય છે. આપણે આ નાનકડા પ્રવાસ મારફતે  સામેની શાળાના વિચારો એની પ્રવૃત્તિઓ, અપાતું શિક્ષણ, વિવિધ કાર્યક્રમો ની ઓળખ. આ બધું જ આ ટ્વિનિંગ કાર્યક્રમ મારફતે  થાય છે.
( ફરજાનાબેન મનસુરી, ભાષા શિક્ષક સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા )


 યજમાન શાળા દ્વારા નવીન અને શ્રેષ્ઠ પ્રયાસોની રજૂઆત.


રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
ચર્ચા, કોયડા, પુસ્તક મેળો, ગણિત-વિજ્ઞાન પદર્શન વગેરે.

વીર શહીદ પીજે ભાટી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને ધોરણ ૬ થી ૮ ના વિવિધ વિષયોના શિક્ષકોએ  સાબલી રામાયણ પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ રમત, કોયડા, તેમની શાળામાં ચાલતા અક્ષયપાત્ર, ખોયા પાયા બોક્સ , મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ ની સમજ સાબલી રામાયણ પ્રાથમિક શાળાના બાળકોને આપી હતી. વિશેષમાં  મોટા કોટડા પ્રાથમિક શાળામાં  ગણિત વિજ્ઞાનના સાધનોનું એક મોટું પ્રદર્શન બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું.

વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા 

ભાગ લેતી શાળા


👉ભાગ લેતી શાળાને શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમની પ્રવૃત્તિઓની આપ-લે કરવાની તક મળી.

👉જ્ઞાન વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવી.

👉એકબીજાની ક્ષમતાઓના સુમેળથી એકબીજાની નબળાઇઓને પરિપૂર્ણ કરીને સંયુક્ત રીતે શીખવાની તક મળી.

ટ્વીનીંગ ઓફ સ્કૂલ” કાર્યક્રમ વિદ્યાર્થીઓને પીઅર લર્નિંગ અને ગ્રુપ લર્નિંગ માટેનું વાતાવરણ પ્રદાન કરીને શિક્ષણ પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ રહ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા શિક્ષકોને વધુ સારી અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની તક મળી.

ઉપરોક્ત કાર્યક્રમમાં  સાબલી સી.આર.સી  યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને પણ  બાળકોની માર્ગદર્શન આપ્યું હતું.









ધારાપુર પ્રાથમિક શાળા નો સાબલી રામાયણ પ્રાથમિક શાળા સાથે તારીખ 12. 8. 2025 ની મંગળવારના રોજ Twinning Twinning program હતો 

➡ ધારાપુર પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો સાબલી રામાયણ પ્રાથમિક શાળાની મુલાકાતે હતા.






















Comments

Popular posts from this blog

ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા

સાબલી રા પ્રાથમિક શાળા: બાળમેળાનો અહેવાલ 9 jully 2025