સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કરેલ પ્રવૃત્તિઓનું અહેવાલ : SABLI RAMAYAN PRATHMIK SCHOOL
સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કરેલ પ્રવૃત્તિઓનું અહેવાલ
શ્રી સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં તારીખ 16. 9.2025 થી 30. 9.2025 દરમિયાન સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું
➡ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવેલ છે.
➖ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન બાળકોને સ્વચ્છતા ની શપથ લેવડાવવામાં આવી હતી.
✅ સ્વચ્છતા શપથ નીચે મુજબ છે.
બાળકોને સ્વચ્છતા ની શપથ લેવડાવતા સાબલી રામાયણ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ફરજાનાબેન અને સ્ટાફ મિત્રો
સ્વચ્છતા શપથ PDF, સ્વચ્છતા પખવાડા 2025
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન
👉સ્વચ્છતા અને આરોગ્ય માટે આપનો દૈનિક પ્રોત્સાહન — પોતે, પરિવાર અને સમાજ માટે
હું સંકલ્પ લેવું/લેતી છું કે હું મારા જીવનમાં અને આસપાસ સ્વચ્છતા જાળવણી માટે નિરંતર પ્રયત્ન કરીશ.
✔મહાત્મા ગાંધી જેવું આપનાર દેશ માટે જીવવાનો શપથ લઈને, હું સંકલ્પ કરું છું કે મારી પાસે તેમજ મારા પરિવારની આસપાસ સ્વચ્છતા જાળવવી અને ગંદકી નહીં કરવા.
💥હું દરેક વરસ ૧૦૦ કલાક જેટલું અથવા દર અઠવાડિયે ૨ કલાક સ્વચ્છતા માટે માહિતી અને કામગીરીમાં રોકાશે તેવી રીતે કાર્ય કરું/કરશ.
✔હું ગંદકી ન કરવાની કસમ ખાઈ છું અને આવા વ્યવહારો માટે અન્ય લોકોનો પણ પ્રોત્સાહન કરીશ
💥હું સૌથી પહેલા પોતેથી શરૂ કરીશ—મારા પરિવાર, મારો પાડોશ અને મારી કાર્યસ્થળમાં સ્વચ્છતા પ્રચાર કરિશ.
✔અમે અમારા ગામ/શહેરમાં અન્ય લોકો સાથે મળીને સ્વચ્છતા અભિયાનનું પ્રચાર-પ્રસાર કરીશું અને રોજબરોજની સફાઈની જવાબદારી ઉઠાડશું.
💥હું આ શપથ સતત રાખીશ અને અન્ય ૧૦૦ વ્યક્તિઓને પણ જોડાવીશ જેથી સમૃદ્ધ, સ્વચ્છ અને સ્વસ્થ સમુદાય બને.
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન SABLI રામાયણ પ્રાથમિક શાળાના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શાળાની સફાઈ, શૌચાલય, પાણી, નિયમિત પાણીના ટાંકાની સફાઈ, વિગેરે પ્રવૃત્તિઓનું માર્ગદર્શન અને શાળા કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
22મી સપ્ટેમ્બર હેન્ડ વોશ ડે
✅ હેન્ડ વોશ ડે અંતર્ગત બાળકોને હાથ ધોવાની ટેવ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું અને પ્રવૃત્તિ કર્યા બાદ કે બહારના વાતાવરણમાં કાર્ય કર્યા બાદ હાથ ધોવાની ટેવ આરોગ્યની રીતે આપણને કેટલી ઉપયોગી છે તેની ચર્ચા સાબલી રામાયણ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવી હતી
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન બાળકોની પોષણક્ષમ આહાર લેવો તે એક અગત્યની બાબત હોય. આહાર અને ખોરાક ની બાળકોની સમજ આપવામાં આવી.
➖ ક્યારે ખાવું
➖ કેટલું ખાવું
➖ જમવામાં નકામી ચીજો કઈ કઈ છે તેની સમજ
➖ દરરોજ કેટલું પાણી પીવું
આવી તમામ આહાર અંગેની ચર્ચા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કરવામાં આવી હતી.
સ્વચ્છતા પખવાડા 2025 (Swachchhata Pakhwada)નું મુખ્ય ઉદ્દેશ છે શાળાઓમાં સેનિટેશન અને હાઈજિન પર ટકાઉ વ્યવહાર વિકસાવવો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજને જોડીને સ્વચ્છ પર્યાવરણ બનાવવા આ એક શ્રેષ્ઠ અવસર છે.








Comments
Post a Comment