26 જાન્યુઆરી 2026 અને વાલી સંમેલન
26 જાન્યુઆરી ભારત દેશ માટે ગૌરવ અને ગર્વનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો. ગણતંત્ર દિવસ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ દેશપ્રેમ, એકતા, સમાનતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રેરણાદાયક દિવસ છે.
➡️ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી 2026 ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સર્વપ્રથમ 22. 1.2026 ના દિવસે smc ( શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક ) બોલાવવામાં આવેલ. એરંડા મુજબની વાતચીત કરી ૨૬મી જાન્યુઆરી 2026 ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાંઆવશે. એવું ઠરાવવામાં આવ્યું હતું.
26 જાન્યુઆરી એજેન્ડા
ધ્વજ વંદન માટે દીકરી પસંદગી બાબત:
ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન જેવી ગૌરવપૂર્ણ વિધિ માટે લાયક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીની પસંદગી કરવા શાળાએ શૈક્ષણિક ગુણોત્તી અને સર્વાંગી પ્રગતિને ધ્યાને લઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તે માટે ગામમાં નીચે મુજબ વિદ્યાર્થીનીઓની માર્કશીટ મંગાવવામાં આવી અને ગુણ, શિસ્ત, હાજરી તેમજ પ્રવૃત્તિઓમાં ભાગીદારીના આધાર પર યોગ્ય દીકરીની પસંદગી કરવામાં આવી.
રાજ્ય સરકારના પરિપત્ર અને આપણી પરંપરા મુજબ " દીકરી સલામ દેશની નામ" અંતર્ગત ગામમાં એક વર્ષ દરમિયાન જન્મેલી દીકરી ના નામ શ્રી સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળાએ મંગાવેલ. નીચે મુજબનું જાહેરાત બોર્ડ ગામના whatsapp ગ્રુપ અને ગામમાં પ્રસારિત કરવામાં આવેલ.
26 મી જાન્યુઆરી 2026 અંતર્ગત આમન્ત્રણ
26 જાન્યુઆરીના દિવસે ગામના તમામ નાગરિકોની આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાબલી રામાયણ પ્રાથમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓની આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકા નીચે મુજબ છે.
📜 કાર્યક્રમ સૂચિ
1️⃣ મહેમાનોનું સ્વાગત – ફૂલહાર/તિલક સાથે
2️⃣ ધ્વજ વંદન – મુખ્ય અતિથિ દ્વારા
3️⃣ રાષ્ટ્રગાન – સર્વે ઉપસ્થિત દ્વારા
4️⃣ પ્રાર્થના – વિદ્યાર્થીઓ દ્વારા
5️⃣ સ્વાગત પ્રવચન – મુખ્ય શિક્ષકશ્રી
6️⃣ ગણતંત્ર દિવસનું મહત્વ – વિદ્યાર્થી વક્તવ્ય
7️⃣ દેશભક્તિ ગીત – વિદ્યાર્થી જૂથગાન
8️⃣ દેશભક્તિ નૃત્ય – બાળિકાઓ દ્વારા
9️⃣ કવિતા પાઠ – વિદ્યાર્થીઓ
🔟 લઘુનાટિકા – “મારો દેશ મહાન” વિષય પર
1️⃣1️⃣ મહેમાનશ્રીનું માર્ગદર્શન
1️⃣2️⃣ પુરસ્કાર વિતરણ – શૈક્ષણિક/ક્રીડા/પ્રવૃત્તિઓ
1️⃣3️⃣ આભાર વિધિ
1️⃣4️⃣ રાષ્ટ્રગીત
1️⃣5️⃣ મીઠાઈ ચીકી વિતરણ
દીકરી વધામણાં સન્માન નમૂના પ્રત


























Comments
Post a Comment